ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થવા પામી છે આવકને પગલે શાકભાજી ના ભાવ તળિયે બેસી ગયા છે શાકભાજીના ભાવમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકની સામે જાવક ઘટી છે ટમેટા ના ભાવ પણ તળિયે બેશી ગયા છે અન્ય રાજ્ય માંથી ટમેટા ની પુષ્કળ આવક નોંધાતા ટમેટાના ભાવ તળિયે બેસી ગયા છે ગુજરાત બહારથી ટમેટાની પુષ્કળ આવક નોંધાઇ રહી છે 200 રૂપિયે કિલો વેચાતા ટમેટાના ભાવ ગગડીને હાલ 8 થી 10 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે પહેલા મરચા 60 થી 70 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા જેના ભાવ ઘટી ને 10 રૂપિયા થયા છે કોબીજ ના પહેલા પ્રતિ કિલોના ભાવ 50 થી 60 હતા જે ઘટી ને 10થી 15 રૂપિયા થયા છે આદુ પહેલા 120 થી 150 રૂપિયે કિલો વેચાઈ રહ્યો હતો હવે 80 થી 100 રૂપિયા કિલો નો ભાવ બોલાયો છે લીંબુ ના ભાવ પણ તળિયે બેસી ગયા છે 100 રૂપિયે કિલો વેચાતા લીંબુ ના ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો ના બોલાયા છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી