રાજકોટ જીલ્લાનું ધોરાજી ખાડા નગરી બની ગયું હોય તેવુ લોકો જણાવી રહયા છે ધોરાજી ના જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ સ્ટેશન રોડ મેઈન બજાર શાકમાર્કેટ રોડ તથા અન્ય વિસ્તારો મા ખાડાઓનુ રાજ હોય તેવા દ્રશ્ય જોવા મળેલ છે છેલ્લા ઘણા સમય થી ધોરાજી ની આમ પ્રજા રોડ રસ્તાઓ ને લઈ ને અનેક યાતનાઓ વેઠી રહી છે ધોરાજી ના તમામ વિસ્તારોમાં નાના મોટા તથા બબે ફુટ ના ખાડા પડયા હોય અને અધુરામા પુરૂ વરસાદી પાણી ભરાઈ ગયેલ હોય તેથી રાહદારીઓ તથા વાહન ચાલકો ને ભારે તકલીફ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવી રહયો હોય છે ત્યારે લોકો એ જ ધોરાજી ને ખાડા નગરી તરીકે ગણાવી ને પોતાનો રોષ વ્યક્ત કરેલ છે તંત્ર ની ઘોર બેદરકારી લઈ ને લોકો ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે :
કૌશલ સોલંકી
રીપોર્ટ