ધોરાજી અને ઉપલેટા ને જોડતો નવો પુલ જે થોડાક સમય પહેલા કરોડો રૂપિયા ના ખર્ચ કરી બનાવેલ નવા પુલમા છ માસ દરમ્યાન મા ત્રીજીવાર ગાબડા પડયા અને આંખે દેખાતો ભ્રષ્ટાચાર પણ તંત્ર ને કે કોન્ટ્રાક્ટર ની આંખે દેખાતો ના હોય તેમ લાગે છે. કારણકે સરભગવતસિંહજી વખત નો પુલ ઘણા વર્ષો અગાઉ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ પુલ અતિશય જર્જરિત થઈ જતા તે તોડી થોડા સામે પહેલા જ નવો કારોડોને ખર્ચે નવો પુલ બનાવવા માં આવ્યો હતો તેમજ છ માસ મા ત્રીજી વખત આ જ પુલમા ગાબડા પડેલ જોવા મળ્યા હતા જેથી નાના મોટા અપડાઉન કરનાર વાહન ચાલક અને નાના મોટા વાહનોની અવરજવર કરવા માટે આ પુલ જોખમી હોય તેવુ લાગી રહયુ છે ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી જેથી આ અંગે અપડાઉન કરનાર અને વાહન ચાલકો એ રોષ વ્યક્ત કર્યો હતો તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
રીપોર્ટર કૌશલ સોલંકી