ધોરાજીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ધોરાજીમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાને કારણે લોકો હેરાન થઈ ગયા છે વરસાદએ વિરામ લીધો પરંતુ લોકોને હાલાકી યથાવત રહેવા પામી છે ધોરાજીના વેપારીઓએ ભૂગર્ભ ગટરની તત્કલીક સફાઈ કરવા અને વરસાદી પાણીના નિકાલ કરવાની માંગ સાથે નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી તેમજ વેપારીઓએ નગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચાર કરી રોષ ઠાલવ્યો હતો
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી