રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગર પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાતા લોકો માં રોષ જોવા મળ્યો હતો. તેમજ વોર્ડ નં 8 માં છેલ્લા ઘણા સમય થી દૂષિત પાણી આવતું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યા હતા.તો પીવાના પાણીની પાઇપ લાઈન માં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતું હોવાનો આક્ષેપ પણ મહિલાઓ દ્વારા લગાડવામાં આવ્યો હતો.
આ સાથે ધોરાજી નગર પાલિકા દ્વારા દુર્ગંધ મારતા પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ પણ કાવ્યમાં આવ્યો હતો. તેમાંજ મહિલાઓએ પોતાનો રોષ પ્રગટ કરવા રસ્તા પર આવી હાથ માં પાણી ની બોટલ રાખી અને નગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચાર કર્યા હતા.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી