ધોરાજી શહેરની વર્ષો જૂની પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની જશે કારણકે 5 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો શરૂ થવા જઈ રહ્યા છે આ અંગે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર મોઢવાડિયાએ માહિતી આપી હતી કે ભુખી હેડ વર્કસ ૨૦ લાખ લિટરની ઈએસઆર પંપ હાઉસ સાથે બગીચા સંપમાં ૧૦ લાખ લિટર જીએસઆર બનાવવાનું કામ બન્ને કામોની રકમ ૩૦૦ લાખ થશે, ૧૫મુ નાણાપંચ યોજના અન્વયે સેનવાડી પંપ હાઉસમા ઇએસઆર તથા અલગ અલગ વિસ્તારોમાં વાલ્વની ચેમ્બર તથા દરબારી વાડામા સ્ટોરરૂમ બનાવવાનુ કામ કરવા ૧૯૦ લાખ વપરાશે.
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી