ધોરાજીના ઝાંઝમેર ગામમાં તલાટી મંત્રીની કાયમી નિમણૂકની માગ સાથે સરપંચ સહિત ગામ લોકોએ ગ્રામ પંચાયતને તાળા મારી બંધ કરી દીધું હતું તેમજ 15 દિવસની અંદર જો કાયમી તલાટી મંત્રીની નિમણૂક નહિ થાય તો સરપંચ સહિત ગ્રામપંચાયતની આખી બોડી રાજીનામું આપશે તે અંગે તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી માંગ કરવામાં આવી હતી. આ સાથે જણાવ્યું હતું કે 5 હજારની વસ્તી ધરાવતા ઝાંઝમેર ગામમાં કાયમી તલાટી મંત્રી જ નથી તેમજ તલાટી મંત્રી નહીં આવતા વિકાસના કામો અને સામાન્ય લોકોના કામો પણ થતાં નથી. જેથી લોકોએ કામ કરાવવા માટે ધોરાજી સુધીના ધકા ખાવા પડે છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી