રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની છે ધોરાજીના વોર્ડ નંબર 5ની મહિલાઓ પીવાના પાણીના પ્રશ્ને રસ્તા પર ઉતરી આવી હતી ધોરાજીના જેતપુર રોડ પર રસ્તા બનવાના સમયે થઈ રહેલ ખોદકામ દરમ્યાન પીવાં પાણીની પાઇપ લાઈન તૂટી જવાથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઈ છે છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ના મળતું હોવાને કારણે મહિલાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો રોષે ભરાયેલ મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી ચકાજામનો પ્રયાસ કર્યો હતો બનાવને પગલે ધોરાજી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી