22 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આપ્યું નિવેદન અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ કરીશું, અમારા 50 લોકો દિવ્ય દરબારમાં હશે, બાબા તેઓના નામ જાહેર કરે.


બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર ભરાવાના છે. ત્યારે રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇ આવેદન આપવામાં આવ્યું છે. ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમઆ તેઓ એ બાબાના દરબાર યોજવા મંજૂરી ન આપવા અથવા મંજૂરી આપે તો શરતોનું પાલન કરવામાં આવે તેવી કલેક્ટરને વિનંતી કરી હતી. કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ જયંત પંડ્યાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર અજકોટમાં યોજવા જાઈમ રહ્યો છે કે જેઓ અવૈજ્ઞાનિક, લોકોને ગુમરાહ કરી ભાવના સાથે ખીલવાડ કરે છે તેમજ  કોઈપણ જાતના લાયસન્સ વગર મેડિકલ સારવાર વગેરે કાર્યવાહી કરે છે તો તેને પાબંધી આપવી. આવા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ. તેવી વિજ્ઞાનજાથાની સ્પષ્ટ માંગણી છે. વધુમાં તેઓ એ જણાવ્યું કે, બાગેશ્વર બાબા માત્રને માત્ર ફેસ રિડિંગને કારણે લોકોને ગુમરાહ કરે છે, આવા ઈસમ સામે કાર્યવાહી થવી જોઈએ. વિજ્ઞાન જાથા 32 વર્ષથી કામ કરે છે, વિજ્ઞાન જાથા બોલે છે એ પ્રમાણે કાર્યક્રમો આપે છે. ટેઅજ વિજ્ઞાનજાથાના શબ્દકોષની અંદર ડર કે ભય જેવો શબ્દ નથી. આ તેમની વિશ્વાસનીયતા સાબિત કરવાનો અવસર છે. હિન્દુ ધર્મ કે સનાતનને તેઓ પણ માણે છે. પરંતુ સનાતન ધર્મના ઓઠા હેઠળ જે કૃત્ય કરે છે તે માફ કરવા યોગ્ય નથી તેઓ તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહ્યા છે. પેન ડ્રાઇવમાં આ પુરાવા પોલીસ કમિશનરરને આપશે. તેમજ સંસ્થાનું કામ લોકોને જાગૃત કરવાનું છે. તેવું પણ જણાવ્યું હતું.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -