ધારી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા આવેલ અને ભગવાનની મુર્તિની તુલા કરવાને બહાને સ્થાનિક વેપારીને વિશ્વાસમાં લયને એક હરીભકતે ધારીના એક વેપારીને ૧૨ લાખ ૩૫ હજારનો ચુનો લગાડયો હતો. આ અંગે ની ફરીયાદ ધારીના પોલીસ સ્ટેશન માં કરવામાં આવતા સમગ્ર શહેરમાં આ કીસ્સો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો તેમજ સમગ્ર બનાવની હકીકત મુજબ ધારી શહેરના દિવ્યકુમાર સિધ્ધપુરાના મોબાઈલ ફોન પર સ્વામિનારાયણ મંદીરના કોઠારી સ્વામી દિનબધુ સ્વામીએ ફોન કરી મંદીર ખાતે સુરતના છગન ભાઈ ઉધાડ નામના હરીભક્તે મંદીરમા સોનું અને ચાંદી ચડાવવા માંગતા હોવાથી તેઓને સોનું-ચાંદી આપવાની જણાવ્યું હતું તેમજ તેઓ રોકડા પૈસા આપી દેશે તેવું પણ જણાવ્યું હતું. જેથી વેપારીને કોઠારી સ્વામી નો આદેશ અને ભલામણ મળતા તેઓ અલગ અલગ વજનના ૧૨ લાખ ૩૫ હજારના સોના ચાંદીનો માલ લયને મંદીર ખાતે માલની સોંપણી માટે આવ્યાં હતા. જ્યાં આરોપીએ ભગવાનના મંદીર ખાતે છેતરપિંડી કરવા કરી મંદિરે થી ફરાર થઈ જતાં ધણા સમયથી હરીભક્ત બનીને આવેલ ગઠીયાની તપાસ કોઠારી સ્વામી અને સોની વેપારી દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ ગઠીયો ત્યાં સુધીમાં રફુચક્કર થવામાં સફળ થતાં આખરે આ અંગેની ફરીયાદ ધારીના પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતા હાલ ધારી પોલીસ તપાસ કરીને લાખોનો સોના ચાંદી નો જથ્થો લયને ફરાર થયેલા આ હરીભક્ત ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રિપોર્ટર સંજય વાળા ધારી