ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી આજ દિવસ સુધી કોઈને કોઈ વિવાદમા હોય જ છે નગરપાલિકા કાર્યક્ષેત્રમા આવતા કોઈપણ કાર્યો થતા નથી એવી ચર્ચા લોકોમાં થાય છે નગરપાલિકાના કામો ન થવાના કારણ શું છે એ જાણવા માટે ધારી પત્રકાર સંઘના પ્રમુખ સંજય વાળા દ્વારા રૂબરૂ તપાસ કરતા નગરપાલિકાના ચીફ ઓફિસર હાલ રજા ઉપર હોય જેથી ધારી વહીવટદારને ફોન કરતા તેમનો ફોન રિસીવ થયો ન હતો લોકોના ટેક્સ રૂપી પૈસાથી પગાર મેળવતા આ અધિકારીઓ એવા તો શું કામમાં વ્યસ્ત હોય છે કે મીડિયા કે પબ્લિકના ફોન પણ નથી ઉપાડતા હવે ખરેખર ધારી નગરપાલિકા રામ ભરોસે હોય એવું જ લાગી રહ્યું છે