ધારી ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમા અતિભારે વરસાદ આવતા જર અને મોરસુપડા ડેમ ઓવરફ્લોથયો હતો. જેથી ચલાલા ગામમાં ભીમનાથ મંદિર સહીત નીચાણ વાળા વિસ્તારમાં પાણી ધુસી ગયા હતા. તેમજ જીલ્લાની તમામ નદીઓ ગાંડીતુરબની ગઈ હોવાથી ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતરણ કરવા ની કવાયત ચાલુકરવામાં આવી છે આ સાથે હજુ પણ અમરેલી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
રિપોર્ટર સંજય વાળા ધારી