ધારી શહેરમાં મેગા ડીમોલેશન કરવામાં આવેલ સરકારી જમીન ઉપર કેબીનો રાખીને પાકી દુકાનો ચણીને વર્ષોથી વેપાર ધંધા કરી રહેલા લોકોની જગ્યા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવેલ છે આ સમગ્ર કામગીરી દરમિયાન આ નાના વેપારીઓને સહાનુભતી આપવા માટે ધારી શહેરના એક પણ રાજકીય આગેવાનોએ એક પણ શબ્દ ન ઉચ્ચારતા ધંધાર્થીઓ મામલતદારને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા. સ્થાનિક સરકારી તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવતા તમામ શાકભાજી ધારકો, ફળફળાદી ધારકો, રેકડીધારકો અને નાના વેપારીઓ ભેગા મળીને મામલતદાર અધિકારી ને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા.. અને પોતાની વેદના ઠાલવી હતી
રિપોર્ટર સંજય વાળા ધારી