ધરોઈ ડેમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા દ્વારા એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મૂકાયો હતો ગુજરાત રાજયમાં સૌ પ્રથમ ધરોઈ ૪૫ દિવસ સુધી એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા દ્વારા એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મૂકાયો છે અરવલ્લીની ગીરીકંદરાઓ વચ્ચે ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટમાં જમીન પાણી તેમજ આકાશમાં રોમાંચક અનુભવો સાથે ૧૦ થી વધુ એક્ટિવિટીઝ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સહિત દેશભરના પર્યટકો આગામી દિવસોમાં ૧૦ હજાર જેટલા મુલાકાતીઓ મુલાકાત લેશે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ બોટિંગ પણ કરી હતી સાથોસાથ આવનાર સમયમાં ધરોઈ ડેમ ખાતે ૧૭૦ કરોડ કરતાં વધુના ખર્ચે ધરોઈને પ્રવાસન ક્ષેત્રે વિકસિત કરવામાં આવનાર છે