સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાપક. સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પરાવાણીરૂપ વચનામૃત ગ્રંથરાજની પારાયણ, સાથે સાથે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના જાપ કર્યા એના પુરશ્ચરણ રૂપે વડતાલ ધામ દ્વીશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના પટાંગણમાં જ ડીસેમ્બર માસથી રવિવારથી લઈને ૩૧ જાન્યુઆરી માસ સુધી એટલે કે ૬૦ દિવસ સુધી દિવ્ય હરિયાગનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારતીય માનવ સમાજની સુખાકારી તેમજ ભારત દેશના સુકાની માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતની સરહદે ફરજ બજાવી રહેલા આપણા સૈનિકોનું સ્વાસ્થ્ય પરમાત્મા સ્વસ્થ રાખે એવા શુભ આશયથી પૂ. ગુરુજીએ આ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. સાથો સાથ આ યજ્ઞમાં લાભ લેનાર લાભાર્થીઓના જીવનમાં આધી, વ્યાધી અને ઉપાધિના ત્રિવિધી તાપ ટળી ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવનમાં સમૃદ્ધિ હાંસલ કરે એ જ અભ્યર્થનાથી આ હરિયાગનું આયોજન થયું છે. વધુ ને વધુ લોકો આ યજ્ઞમાં બેસવાનો લાભ લઈ પોતાના જીવનને કૃતાર્થ કરી શકે એ હેતુથી આ યજ્ઞ સંપૂર્ણત નિ:શુલ્ક રાખવામા આવેલ છે.પ્રાચીન ભારતમાં જે રીતે યજ્ઞશાળા ઊભી કરી યજ્ઞનારાયણ તેમજ તેના અધિષ્ઠાતા દેવ-દેવીઓનું પૂજન અર્ચન કરી શાસ્ત્રોકત મંત્રો સાથે જવ, તલ ને ઘી ની આહૂતિ અપાતી એ જ ઢબે તૈયાર કરાયેલી અદભૂત યજ્ઞશાળા બનાવવામાં આવી છે.
{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }