દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આવેલી જાણીતી આર.એસ.પી.એલ. (RSPL) લિમિટેડ (ઘડી કંપની)ના નવા પ્રોજેક્ટ ડેન્સ સોડા એસ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અંતર્ગત પર્યાવરણીય લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોની મૌખિક રજૂઆત તથા કેટલાક લોકોની લેખિત અરજી સ્વીકારવામાં આવી હતી. તેમજ આ સુનાવણીમાં જામનગર જી.પી.સી.બી. (GPCB)ના પ્રાદેશિક અધિકારી કલ્પનાબેન પરમાર તથા દ્વારકા જિલ્લાના એડિશનલ ડીસ્ટ્રિક્ટ કલેક્ટર ભૂપેશ જોટાણીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ પર્યાવરણીય લોક સુનાવણીમાં આર.એસ.પી.એલ. લિમિટેડના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ લોકોની રજૂઆતો તથા પ્રશ્નોનો જવાબદારીપૂર્વક અને સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવતાં એકંદરે આ લોક સુનાવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. આ સાથે લોક સુનાવણીમાં ઉપસ્થિત લોકોએ આર.એસ.પી.એલ. લિમિટેડ (ઘડી કંપની)ના આવનારા પ્રોજેક્ટને આવકારી અને સમર્થન આપ્યું હતું.