સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને અવારનવાર ગુન્હાઓ આચરતા શખ્સો દ્વારા ગેરકાયદેસર નિર્મિત બાંધકામોને તોડવાનું ચાલુ છે. જેમાં આજે વહેલી સવારથી સલાયામાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને હાલમાં જેમાંથી અમુક શખ્સો ઉપર ગુજસીટોક અંતર્ગત ગુન્હા નોંધાયા છે તેવા શખસોના અનધિકૃત બાંધકામોને તોડવાનું સરકાર દ્વારા ચાલુ કરાયું છે. જેમાં એક જેસીબી તેમજ અંદાજિત ૧૩ થી ૧૫ જેટલા માણસો દ્વારા આ અનધિકૃત ઈમારતોને તોડવાનું કામ ચાલુ છે. દેવભુમી દ્વારકા જીલ્લાના એસપી નિતેશ પાંડેયની સુચનાથી આ ડિમોલેશનમાં સલાયા મરીન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પી.આઈ. રાણાના માર્ગદર્શન હેઠળ કોઈ અઘટિત બનાવ ન બને એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હાલમાં મળતી માહિતી મુજબ ૬ જેટલી ગેરકાયદેસર ઈમારતોને પાડવાનું કામ હાલ તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું ફર્યું બુલડોઝર
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -