રાજકોટમાં દૂધમાં પાણી ભેળવી ને રાજકોટ ડેરીમાં પહોંચાડતા હોવાનો કિસ્સો એક વિડીયો ના માધ્યમ થી પ્રકાશમાં આવ્યો છે તેમજ સમગ્ર કિસ્સાની જો વાત કરવામાં આવે તો આ ગોરખ ધંધો વિજયનગર દૂધ મંડળી દ્વારા કરવામાં આવતું હતું. જે સામે આવતા દૂધ મંડળીના મંત્રી અને દૂધ ટેન્કર ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવી છે આ સાથે તેમની પાસે થી રાજકોટ ડેરી પેનલ્ટી પણ ફટકારવામાં આવશે. તેમજ આ ગોરખધંધાની જાણ થતા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ મંડલી બંધ કરવા સૂચના અપાઈ.આ સાથે મીડિયા સાથે વાત કરતા રાજકોટ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે ગોરખધંધાનો વિડીયો પુરાવો 21 જૂનના રોજ સામે આવ્યો હતો જ્યાર બાદ મંડળી ના મંત્રી અને દૂધ ટેન્કરના ડ્રાઇવર ને છુટા કરવામાં આવ્યા છે અને મંડળી પણ બંધ કરવા આવી છે. તેઓ રોજ 4-5 લિટર ચોરી કરી સગેવગે કરતા. આ મંડળીમાંથી દૈનિક 400 લિટર દૂધ આવતું હતું જે દૂધ મંડળી 5-6 ગામોમાંથી એકત્ર કરતું. તેમજ દૂધમાં પાણી નાખી ને ડેરી પહોંચાડવાનો ગોરખધંધો સામે આવતા રાજકોટ ડેરી દ્વારા તમામ 800 જેટલી મંડળીઓમાં ચેકીંગ હાથ ધરશે.
બાઈટ – ગોરધન ધામેલીયા, ચેરમેન, રાજકોટ ડેરી