પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજ રોજ રાજકોટ ખાતે રાજ્યસભાના સાંસદ તેમજ રાજકોટના સાંસદ દ્વારા રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ પદાધિકારીઓની હાજરીમાંપત્રકાર પરિસદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએરાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે અતિ અગત્યના અને મહત્વ ધરાવતા તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન એઇમ્સ હોસ્પિટલ તેમજ ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ એઇમ્સનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. રાજકોટ એઇમ્સમાં ઘણા સમયથી OPD કાર્યરત થઇ ગઈ છે અને મેડિકલ કોલેજ પણ ચાલુ કરી દેવામાં આવી છે આગામી ટૂંક સમયમાં IPD પણ શરૂ કરી દેવામાં આવશે અને ફૂલફલેજમાં કામ ચાલુ હોવાથી એઇમ્સનું કામ દિવાળી પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે.આ ઉપરાંત હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટબાબતે જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આગામી 14 તારીખે પ્લેન ઉતારવામાં આવશે અને ટેસ્ટિંગ પણ કરવામાં આવશે અંતિમ જે લાયસન્સ બાકી છે તે આગામી 14 તારીખના ટેસ્ટિંગ પછી આપવામાં આવશે આ કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે માટે દિવાળી પૂર્વે ઇન્ટરનેશનલ એરપોર્ટ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે.