દિલ્હીથી સાયકલ દ્વારા નર્મદા પરિક્રમામાં નિકળેલા સાયકલિસ્ટો યોગેન્દ્ર સિંહ અને ભરતચંદ ઠાકુર ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાયકલ યાત્રા દિલ્હીથી શરૂઆત કરી – અમરકંટકથી – દહેજ – અમરકંટક લગભગ 5000 કિમીનો પ્રવાસ સાયક્લિંગ દ્વારા કરશે 16મી નવેમ્બર 2023ના રોજ દિલ્હીથી નિકળી 1090 કિલોમીટરનું અંતર કાપીને 22મી નવેમ્બરે અમરકંટક પહોંચ્યા હતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી 1280 કિલોમીટરનું અંતર કાપીને 4 ડિસેમ્બરે વિમલેશ્વર પહોંચ્યા હતા આજે ભરૂચ પહોંચ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લાના સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ ,જયેશપટેલ, મહેશ ડોડીયા,એન્ડી ,પ્રિયાંક કાપડિયા રાજેશ્વર રાવ અનેં નર્મદા કોલેજના ડાયરેકટર ચૌહાણસાહેબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સાયકલ યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતીઅત્યાર સુધીમાં બંને સાયક્લિસ્ટોએ 19 દિવસમાં 2370 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અમરકંટક પહોંચ્યા બાદ તેઓ બીજા માર્ગેથી દિલ્હી પરત ફરશે અને તેમની આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે