દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકો તેમજ ફતેપુરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે થી સાવિત્રીક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભાદરવાની શરૂઆત થતાની સાથે મેઘરાજાની સવારી આવી પહોંચતા ખેડૂતોમાં ખુશીનો જોવા મળી રહી છે તેમજ ઉપરવાસમાંથી પાણી પડતા નદી નાળા પણ છલકાઈ રહ્યા છે આ સાથે આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેમજ પવનની સાથે વરસાદ વરસતા અનેક પાકોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે તેવી આશા ખેડૂતોમાં પણ જોવા મળી હતી.
રીપોર્ટ કિશોર ડબગર