પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદની સૂચના અન્વયે પેટ્રોલિંગમાં રહેલા સ્ટાફે સુથારવાસા ગામે મુવાડી ફળીયામાંયા સુમો ગાડીમાંથી ઇંગ્લીશ દારૂનું કટીંગ થઈ રહ્યું છે તેવી બાતમી આધારે દરોડો પાડતા ત્યાં ટાટા સુમો ગાડીમાં “ ON DUTY PANCHMAHAL DAIRY GODHRA ” નું પાટીયુ મારેલું જોવા મળ્યું હતું તપાસ કરતાં ૧.૩૧ લાખનો દારૂ ગાડીમાંથી મળી આવતા હિંમતભાઇ દશરથભાઇની ધરપકડ કરી સંજયભાઇ ખુમાનભાઇ માવી, ગાડીનો માલિક પ્રકાશગીરી મોહનગીરી ગોસાઇ અને મધ્યપ્રદેશના રાણાપુર ઠેકા પરથી દારૂ ભરી આપનાર ઇસમની શોધખોળ હાથ ધરી છે