સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૫ ઓક્ટોબરથી ૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન બે માસનું સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યુ છે. આ કડીના ભાગરૂપે દાહોદ જિલ્લામાં પણ વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં કેલેન્ડર મુજબ સફાઈ અભિયાન યોજાઈ રહ્યા છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા ઝાલોદના મુખ્ય મથક ઝાલોદ બસ સ્ટેશન ખાતે સાફ સફાઇ કરવામાં આવી હતી. જેમાં લોકોને સ્વછતા વિશે સમજ આપવામાં આવી. તેમજ આ અભિયાનમાં ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસર દીપ સિંહ હઠીલા તેમજ પાલિકા કાઉન્સિલરો તેમજ કર્મચારીઓ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી.
રીપોર્ટ કિશોર ડબગર