દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામની કમકમાટીભરી ઘટના સામે આવી છે આ ગામમાં વહાલસોયા બે બાળકોની હત્યા કરી પિતાએ આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસ દોડી જઈ તેણી ધરપકડ કરી છે ડુંગડી ગામના ભૂરિયા ફળિયામાં રહેતા ભૂરસિંગભઇ ડાંગીએ 12 વર્ષીય દીકરી પ્રતિક્ષા અને 7 વર્ષીય પુત્ર જયરાજને ગળા ટુંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને પોતે ઝાડમાં દોરડું બાંધી લટકી ગયો હતો પરિવારજનો જોઈ જતાં તેને બચાવી લીધો હતો બંને બાળકોના મૃતદેહ જોઈ પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગ્યાઓ હતો પ્રાથમિક તપાસમાં પત્ની પતિના ત્રાસથી કંટાડી માવતરે જતી રહી હોય ત્યાં તેડવા જતાં સસરિયાઓ માથાકૂટ કરતાં હોવાથી કંટાળી બંને બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવતા પોલીસ હત્યારા પિતાની ધરપકડ કરી છે.
રીપોર્ટ કિશોર ડબગર