દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઝાલોદ નગરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યા હોવાથી નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા જેમાં ઝાલોદ પાલિકાના તમામ કર્મચારી તેમજ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિતના તમામ સ્ટાફ હાજર રહીને ઝાલોદ નગરના પોલીસ સ્ટેશન રોડ થી બસ સ્ટેન્ડ સુધી કાચા દબાણો જેવા કે લારી ગલ્લા પત્રના સેડ એવા અનેક દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ કિશોર ડબગર