ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી એક બોગસ ડોક્ટર દ્વારા મેડિકલ ડિગ્રી વગર અને નામ વગરનું ક્લિનિક ચરાવે છે તેવી બાતમી દાહોદ એસ.ઓ.જી પોલીસને મળતાં બાતમી વાડી જગ્યાએ રેડ કરતા બોગસ ડોક્ટર નુ નામ ઠામ પુછતા તેનું નામ અનુપભાઈ અશોકભાઈ બક્ષી ને ઝડપી પાડયો હતો પોલીસે બોગસ ડોક્ટર પાસેથી એલોપેથીક દવાઓ તથા ઈન્જેકશનો અન્ય દવાઓનો જથ્થો અન્ય સારવાર કરવાના સાધનો સહિત કુલ 1,69 931નો મુદ્દામાલ કબજે કરી બોગસ ડોક્ટર અનુપભાઈ અશોકભાઈ બક્ષી સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં પણ છેલ્લા કેટલા વર્ષોથી બોગસ ડિગ્રીધારી ડોક્ટરો કમ્પાઉટરો માંથી બની બેઠેલા ડોક્ટરો તથા જોલીયા ડોક્ટરો વર્ષોથી દર્દીઓને એલોપેથીક દવાઓની સારવાર આપી લાખો અને કરોડો રૂપિયાની આવક અને મિલકતો ઉભી કરી છે ત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આવાં ડોક્ટરોની વર્ષોની આવકની તપાસ કરવામાં આવે તો લાખો અને કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેમ છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ.