દાહોદ જિલ્લામાં ઠેર ઠેર આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે કંબોઈ ધામ ખાતે નાયબ દંડક જગદીશ મકવાણા ના અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાઇ. નાયબ દંડક દ્વારા સૌ પ્રથમ ગુરુ ગોવિંદ ના દર્શન કરી અને ગુરુ ગોવિંદ ના આશીર્વાદ મેળવ્યા. ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા દ્વારા દંડક નું સ્વાગત કરાયું. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ મુજબના પારંપરિક નૃત્ય પ્રસ્તુત કરાયા હતા.તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ મહેમાનોનુ દિલ જીતી લીધું હતું. નાયબ દંડક જગદીશ મકવાણા દ્વારા પોતાના સંબોધનમાં લોકોને વિશ્વ આદિવાસી દિવસ ના ઉજવણી નું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ ભુરીયા , અને ઝાલોદ પ્રાંત અધિકારીશ્રી આર આર ગોહેલ ઝાલોદ મામલતદાર શ્રી એ પી ઝાલા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનુ શર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને તાલુકા અને જિલ્લા પ્રમુખશ્રીઓ તાલુકા અને જિલ્લા પંચાયત ના સભ્યો, સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
રિપોર્ટર દક્ષેશ ચૌહાણ.