દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટી મહુડી ખાતે લૂંટ વીથ મર્ડરની ઘટના સામે આવી છે
ઝાલોદના મોટીમહુડી ખાતે દંપતીને માર મારી લૂંટ ચલાવાઇ છે બાઈક ઉપર જઈ રહેલા દંપતિને માર મારતા મહિલાનું મોત નીપજ્યું હતું અને લૂંટારુઓ દંપતિના શરીરે પહેરેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો બનાવની જાણ થતાં દાહોદ એસપી બલરામ મીણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગઈ હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી યુવક ભાનમાં આવ્યા બાદ ચોક્કસ હકીકત બહાર આવી શકે છે.
રીપોર્ટ કિશોર ડબગર