રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૧/૦૮/૨૦૨૩ થી ૧૬/૦૮/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
રસ્તા પર નડતર રૂપ ૮ રેકડી/કેબીન તે મવડી હોકર્સ ઝોન બહાર,કાલાવડ રોડ,રાણીટાવર પાસે,શેરી નં-૩,માયાણીનગર,ગુંદાવડી,ધરાર માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૪૨ પરચુરણ ચીજ વસ્તુઓ ભીમનગર મેઈન રોડ,મવડી મેઈન રોડ, ઝ્યુબેલી,પોસ્ટ ઓફીસ રોડ,જંકશન રોડ,ગુદાવાડી,રેસકોર્ષ રિંગ રોડ,ધરાર માર્કેટ પાસેથી જપ્ત કરવામાં આવેલ., ૬૨૩ કિલો શાકભાજી/ફળ તે સ્પિડવેલ પાર્ટી પ્લોટ,ભીમનગર,મવડી હોકર્સઝોન બહાર, પુષ્કરધામ મેઈન રોડ,જ્યુબેલી માર્કેટ,કોઠારીયા સોલ્વન્ટ,રામનાથપરા,કોઠારીયા રોડ પરથી જપ્ત કરવામાં આવેલ, રૂ. ૧૭,૯૧૨/- મંડપ કમાન છાજલી ભાડુ તે રાજકોટ સિ.ટી. પરથી વસુલ કરવામાં આવેલ છે,રૂ.૬૫,૦૭૦/- વહિવટી ચાર્જ તે ૧૫૦ ફુટ રોડ,ગોવર્ધન રોડ,કૈલાશધારા,દસ્તુરમાર્ગ,હોસ્પિટલ ચોક,એસ્ટ્રોન ચોક,ટાગોર રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ રિંગ રોડ,આડો પેડક રોડ,પર્ધ્યુમનપાર્ક પરથી વસુલ કરવામાં આવ્યો હતો, ૭ બોર્ડ-બેનર તે કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ, યાજ્ઞિક રોડ માંથી જપ્ત કરેલા છે.