થાનગઢના સીરામીક એકમોમાં છેલ્લા 72 કલાકમાં માત્ર 5 કલાક જ વીજપુરવઠો મળતા કારખાનેદારો દ્વારા વિજ કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ વાવાઝોડાને લઈને વીજ સમસ્યા સર્જાતા ઉધોગકારોમાં વીજ કચેરીની કામગીરીને લઈને નિરાશા જોવા મળી હતી. તેમજ વિજકચેરીએ અવાર નવાર કમ્પ્લેન માટે ફોન તેમજ રૂબરૂ ફરિયાદ લખાવવા છતાં પણ સમસ્યાનું કોઇ નિરાકરણ નહિ મળતા ઉધોગકારો રોષે ભરાય હતા. આ સાથે સમસ્યાનું કોઈ નિરાકરણ નહિ આવે તો તા-1-7-2023 થી તમામ ઉધોગો બંધ રાખીને ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ની ચીમકી પણ ઉચ્ચેરવામાં આવી હટાઈ તેમજ એક સીરામીક એકમ માં 72 કલાક વિજળી ન મળે તો ભઠ્ઠી ચલાવવા માટે ઓછામાં ઓછું 1000 ડીઝલ વપરાશ રહેતી હોવાનું કારખાનેદારોએ જણાવ્યું હતું.
થાનગઢમાં વીજ ધાંધિયા થી સીરામીક એકમો દ્વારા વિજ કચેરીએ પાઠવાયુ આવેદનપત્ર…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -