ત્રંબામાં રાત્રે અઢિથી ચારના ગાળામાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેથી ત્રંબા વડાળી અણીયારા પાડાસણ કાથરોટા ભાયાસર જેવા અનેક ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો તેમજ ભારે વરસાદ ના કારણે ત્રંબામાં આવેલ ત્રિવેણી ગાંડી તુર બનતા ત્રંબાથી વડાળી જવાનો રસ્તો બંધ થયો હતો આ ઉપરાંત અતિભારે વરસાદ વરસતા આજી નદિ પણ ગાંડી તુર બની જતા વડાળી જવાના પુલ ઉપરથી પુરના પાણી વહેતા હોવાથી ત્રણ કલાકથી રસ્તો બંધ થતાં વાહન વ્યવહાર પણ ખોરવાયુ હતું.
જી એન જાદવ