રાજકોટ શહેરના મધ્યમાં આવેલ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા લિખિત માડી પર એક લાખ લોકો ગરબે ઘૂમશે અને અનેક રેકોર્ડ બનાવશે. આવતીકાલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિત અનેક રેકોર્ડ તૂટશે અને ત્યાં જ સર્ટીફીકેટ અપાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા, રાજુ ધ્રુવ, સહિતના આગેવાનો ઉપરાંત સાથી આયોજકો ઇંક્રેડીબલ ઈન્ડીયા અને સ્વનિર્ભર શાળા મંડળના સભ્યો પર સ્થળ મુલાકાતે ગયા હતા. આવતીકાલે બોલીવુડ સિંગર પાર્થિવ ગોહિલના કંઠે લોકો ગરબે ઘૂમશે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી , સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 1 લાખ યુવાનો ‘સે નો ટુ ડ્રગ્સ’ના શપથ પણ લેશે.