જેની ઉજવણીના ભાગરૂપે તાલુકા પંચાયત ખેતીવાડી શાખા જંબુસર દ્વારા આયોજિત મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો મેળો સ્વામિનારાયણ મંદિર ખાતે ડીકે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણભાઈ આર માંડાણી એ જણાવ્યું કે ખેડૂતો વધુમાં વધુ બરછટ ધાન્યો ના પાકોનું વાવેતર કરતા થાય અને લોકો તેમાંથી બનતી આરોગ્ય પદ વાનગી બનાવતા થાય એવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ માનનીય વડાપ્રધાનના પ્રયાસોથી વિશ્વના લોકો યોગ કરતા થયા તેવી જ રીતે યુનાઇટેડ નેશન્સ દ્વારા 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષ તરીકે જાહેર કરેલ છે તેની ઉજવણી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે કરવામાં આવી પહેલા જેની પરિસ્થિતિ સારી ન હતી તે બાજરા મકાઈ જેવા ઝાડા ધાન્ય ખાતા હતા પરંતુ હવે મકાઈ બાજરા જેવા ધાન્યના દિવસો આવવાના છે આનો ઉપયોગ આરોગ્ય માટે પણ લાભદાયી છે આ કાર્યક્રમમાં 147 ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે સોલાર ઝટકા મશીનની સહાય માટે મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા તેમજ 2023 /24 ના વર્ષ દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર થી વિવિધ યોજનામાં 750 થી વધુ લાભાર્થીઓને 1.75 કરોડ ની સહાય આપવામાં આવી
મનીષ પટેલ જંબુસર