તપોવન સંસ્કાર કેન્દ્ર, ભરૂચના વિદ્યાર્થીઓએ નડિયાદ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ભરૂચનું ગૌરવ વધાર્યું હતું તા.19 થી 21 સપ્ટેમ્બર દરમ્યાન નડિયાદ ખાતે યોજાઈ ગયેલ ગુજરાત સ્ટેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં એઈજ ગ્રુપ અંડર-14માં વણઝારા પાયલ પીરાજીભાઈ 46 કિલો અને કહાર મીત પરેશભાઈ એઈજ ગ્રુપ અંડર – 17માં 65 કિલોમાં બ્રોન્ઝ મેડલ જીતીને સંસ્કાર કેન્દ્ર, ભરૂચ શાળાનું ગૌરવ વધાર્યું છે. ઉપરોક્ત બંને ખેલાડીઓએ કુસ્તીની તાલીમ કુસ્તી કોચ પરેશભાઈ પાસેથી મેળવી હતી. ઉપરોક્ત ખેલાડીઓ અને તેમના કોચને તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પંડ્યા અને નિયામક જાગૃતિબેન પંડ્યાએ ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.