ધોરાજી થી ઉપલેટા માણાવદર કુતિયાણા સહિત પોરબંદર સુધી ના 68 થી પણ વધારે ગામો ને સિંચાઈ પિયત પાણી પુરુ પાડતો ભાદર બે ડેમ કે જેના છ થી સાત દરવાજાઓ લીકેજ હોવાથી અહી રોજનુ લાખો લીટર પાણી નો વેડફાટ થઈ રહયો છે ત્યારે અહીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેમજ આ ભાદર બે ડેમ ના દરવાજાઓ લીકેજ હતા ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પણ આ બાબતે તંત્ર તથા રાજ્ય સરકાર ને અનેક વખત રજુઆત કરેલ પણ નિંભર તંત્ર કોઈ લીકેજ દરવાજાઓ ની મરામત કરવામા આવેલ નથી જો આ લીકેજ તાત્કાલિક બંધ કરવામા નહી આવે તો જ્યારે વરસાદ નહી પડે ત્યારે જો પીવાનુ તથા સિંચાઈ નુ પાણી આપવામા ખેચ પડશે તેવુ લલિતભાઈ વસોયાએ જણાવ્યૂ હતું.