મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માટીની નમન વીરોને વંદન ની થીમ અંતર્ગત રાષ્ટ્ર ભક્તિના ના અનોખા પર્વમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અધ્યક્ષતામાં કળશ યાત્રા જુનાડીસા ગામે આવી પહોંચી હતી સૌથી પહેલા કંકુ તિલક કરી સ્વાગત કરવામાં આવેલી કળશ યાત્રામાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ભાજપના હોદ્દેદારો મહાનુભાવો અને તલાટી હેમંતભાઈ પંછીવાલા સુરેશભાઈ માળી બાબુભાઈ બારોટ પિયુષભાઈ પુનડીયા હસમુખભાઈ મોદી મોદી જયેશભાઈ દેસાઈમહેશભાઈ પ્રજાપતિ અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યાં ગામના લોકો એ પ્રેમથી માટી કળશમાં અર્પણ કરી હતી સાથે સાથે આ પ્રસંગે પ્રવીણભાઈ માળીએ જણાયું હતું કે આ અમૃત કળશ યાત્રા દરમિયાન ગુજરાતના ગામડાઓની માટી એકત્ર કરી દિલ્હી મૂકવામાં આવશે આ માટી આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગની પહેલ છે દેશના નાગરિકોએ એકત્ર કરેલ માટીની સુગંધ વિશ્વમાં ફેલાશે આપણે દિલ્હી જઈશું ત્યારે આપણે ઓ પોતીકુ લાગશે કારણ કે આપણા ગામની માટી પણ અહીં હશે
રાજુ સી પુનડીયા