27.1 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

ડીસા તાલુકાના ધરપડા ગામે ખોડીયાર માતાના મંદિરે ભવ્ય હવન યોજાયો, લોકોએ ધન્યતા અનુભવી


ડીસા તાલુકાના ધરપડા ગામે પાચ માસ અગાઉ ગીરનારી બાપુએ આવીને ધરપડા ગામના જાગૃત યુવાનોને વાત કરેલી કે મારે તમારા ગામમાં એક નાનકડી ઝૂંપડી બનાવીને પ્રભુ ભક્તિ કરવી છે ત્યારે યુવાનો તેમજ ગામના આગેવાનોએ બાપુને સાથ સહકાર આપેલ અને ગામમાં જ આવેલા ખોડીયાર માતાના મંદિરે રહેવા જમવાનું આશરો આપેલ ત્યાર બાદ ધારજીરામ ભગત ગીરનારી બાપુ દ્વારા પાંચ માસ અગાઉ હવન ચાલુ કરવામાં આવ્યો હતો તે હવન સતત છ મહિના સુધી ચલાવવામાં આવ્યો હતો જ્યારે ગઈકાલે આ હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જ્યારે ધરપડા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહી ખોડીયાર માતાના દર્શન કરી તેમજ ધારજીરામ ભગત ગીરનારી બાપુ દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે હવનમાં અહુતિ આપી ગામ લોકોએ દાન પુણ્ય કરી શ્રાવણ માસની શરૂઆતમાં પુણ્ય કમાયા હતા જ્યારે ગઈકાલે ગામના લોકોએ મોટી સંખ્યામાં એક સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી હવનની પૂર્ણાહુતિ કરી હતી જ્યારે  ધરપડા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે છેલ્લા ઘણા સમયથી મહંતશ્રી દ્વારા હવન યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો તેમાં આજરોજ ધરપડા ગામના ગ્રામજનો દ્વારા અધિક સાવણ માસ નિમિત્તે ભોજન પ્રસાદ તેમજ આહુતિ આપવામાં આવી હતી અને આ પ્રસંગે ધરપડા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીએ અને દર્શનનો લાભ લીધો હતો મહંત શ્રી દ્વારા ગ્રામજનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા

 

અહેવાલ રાજુ સી પુનડીયા City News ડીસા બનાસકાંઠા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -