યાજ્ઞિક રોડ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને ઘરે પહોંચવા ક્યા રસ્તેથી જવું તે યાદ રાખવું પડશે
આ રસ્તા પરથી વાહનચાલક પસાર થઇ શકશે
01 મહિલા કોલેજ ચોક મહાકાળી મંદિર થઇ ડો.યાજ્ઞિક રોડ તરફ જવા માટેના વાહનો પ્રવેશ કરી શકશે. 02 ડો.યાજ્ઞિક રોડથી ન્યૂ જાગનાથ-20 થઇ ન્યૂ જાગનાથ-25 અને ટાગોર માર્ગ તરફ જઇ શકાશે. 03 ડો.યાજ્ઞિક રોડથી સરદારનગર મેઇન રોડ ભગવાન મહાવીર ચોક (એસ્ટ્રોન ચોક) તરફ જઇ શકાશે. 04 ટાગોર માર્ગ (ડો.હોમી દસ્તુર રોડ) આરાધના ટી-સ્ટોલથી ડો.યાજ્ઞિક રોડ જઇ શકાશે. 05 વિરાણી ચોકથી નરસી મહેતા ગાર્ડન, રામકૃષ્ણનગર શેરી નં.6 તરફ જઇ શકાશે. 06 ટાગોર રોડ વિરાણી ચોકથી વિદ્યાનગર મેઇન રોડ, જલારામ આર્કેડ, ડો. દીપા કણસાગરા ડેન્ટલ હોસ્પિટલથી શ્રીરામ ઔષધાલય, રાષ્ટ્રીયશાળા તરફ જઇ શકાશે. 07 મંગળા મેઇન રોડ ડો.વિવેક જોશીની હોસ્પિટલથી ટાગોર રોડ મહાવીર પ્લાયવૂડ સુધી વાહનો પ્રવેશી શકશે.
આ રસ્તા પરથી વાહનો પ્રવેશ મેળવી શકશે નહીં
01 ડો.યાજ્ઞિક રોડ તરફથી મહાકાળી મંદિર થઇ મહિલા કોલેજ ચોક તરફ જઇ શકાશે નહીં. 02 ન્યૂ જાગનાથ-20 થી ન્યૂ જાગનાથ-25 ટાગોર માર્ગ તરફ ડો.યાજ્ઞિક રોડ જઇ શકાશે નહીં. 03 ભગવાન મહાવીર ચોક (એસ્ટ્રોન ચોક)થી ડો.યાજ્ઞિક રોડ જઇ શકાશે નહીં. 04 ડો.યાજ્ઞિક રોડ, ડો.હોમી દસ્તુર રોડથી ટાગોર રોડ તરફ જઇ શકાશે નહીં, 05 નરસી મહેતા ગાર્ડનથી વિરાણી ચોક તરફ જવા માટે વાહનોને પ્રતિબંધિત જાહેર કરાયા. 06 રાષ્ટ્રીયશાળા રોડ, શ્રીરામ ઔષધાલય વિદ્યાનગર મેઇન રોડ, જલારામ આર્કેડ, ટાગોર રોડ, તેમજ વિરાણી ચોક તરફ વાહન પ્રતિબંધિત રહેશે. 07 ટાગોર રોડ તરફ મહાવીર પ્લાયવૂડ મંગળા રોડથી મંગળા મેઇન રોડ, ડો.વિવેક જોશી હોસ્પિટલ સુધી વાહનોને પ્રવેશબંધી
વિસ્તારના લોકો-વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે
એસ્ટ્રોન ચોકથી વિકાસ મેડિકલ કે પૂજારા ટેલિકોમ જવા ઇચ્છુકે ફરીને ચાલવું પડશે, અથવા નજીકમાં વાહન પાર્ક કરવા પડશે, જિલ્લા પંચાયત ચોક તરફથી આવતાં આલાબાઇના ભઠ્ઠા તરફ જવા ઇચ્છુકે ન્યૂ જાગનાથ-20 તરફથી અથવા તો પટેલ આઇસક્રીમ પાર્લર તરફથી પસાર થવું પડશે.
તમામ રસ્તાઓને 30 દિવસ સુધી અમલી રહેનાર આ જાહેરનામામાં ટ્રાફિક શાખાના અધિકારીઓ નવા જાહેરનામા મુજબ ટ્રાફિક પર પડનાર અસરો ચેક કરશે અને ત્યારબાદ આ જાહેરનામું જરૂર પડ્યે આગળ ચાલુ રખાશે કે ફેરફાર કરાશે.