સ્વાદ શોખીનો માટે વિકાસની કેડી પર વણથંભી આગેકૂચ કરી રંગીલા રાજકોટને આંગણે નવું સોપાન આવ્યું છે જેમાં કાલાવડ રોડ, પરિમલ સ્કૂલ સામે, “વર્ણીરાજ રેસ્ટોરન્ટ” નો રવિવારથી શુભારંભ થયો છે. જ્યાં રાજકોટવાસીઓ ગુજરાતી – પંજાબી અને ચાઈનીઝ વાનગીઓનો શુદ્ધ અને સાત્વિક રસથાળ માણી શકશે. તેમજ આ નવા સોપાનના ઉદ્દઘાટક અને અતિથિવિશેષ તરીકે ડો. ભરતભાઈ બોઘરા સાહેબ, ડો.ગિરીશભાઈ ભીમાણી, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, ભુપતભાઇ બોદર, પ્રદિપભાઇ ડવ, અલ્પેશભાઈ ઢોલરીયા, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, સ્નેહી મિત્રો અને શુભેચ્છકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં દરરોજ ઋતુ પ્રમાણે બપોરે ગુજરાતી ભાણામાં 7 શાક અને સાંજે 6 શાક મળે છે. ત્યારે વધુમાં હાલ અહીં પાર્સલ થાળી લોન્ચ કરવામાં આવી છે. જેમાં 2 શાક, 4 રોટલી, દાળ – ભાત,સલાડ, પાપડ, છાસ અને સાથે મુખવાસ પણ આપવામાં આવશે. તેમજ ખાસ બોક્સ પેકીંગ સાથેના થાળીના પાર્સલની હોમ ડિલિવરી પણ મેળવી શકાશે. વધુમાં અહીં પંજાબી ફૂડની પણ એકથી એક ચડિયાતી આઇટમો મળે છે. આ સાથે વર્ણીરાજ રેસ્ટોરન્ટ દ્વારા ફૂડના ટેસ્ટ ઉપર અને હેલધીનેશ ઉપર પૂરતું ધ્યાન દેવામાં આવે છે. જેથી અહીનો ટેસ્ટ એક વખત અચૂકપણે માણવા જેવો છે.
ટેસ્ટમાં બેસ્ટ: રાજકોટના વર્ણીરાજ રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી અને ચાઈનીઝ ખાણાની જોરદાર જમાવટ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -