23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ટમેટા બાદ હવે અન્ય તમામ શાકભાજીના ભાવ સળગ્યા, એક જ દિવસમાં રીંગણાના ભાવ ડબલ: સસ્તા દૂધી, તુરીયા, ફલાવર, ભીંડો સહિત તમામ શાકભાજીમાં ભાવ વધારો…


ભારે વરસાદને પગલે લોકલ આવકમાં કાપ મુકાયો છે. જેની સૌથી મોટી અસર શાકભાજીની આવક પર પડી છે. છેલ્લા 15 દિવસથી ટમેટાના ભાવ સતત વધી રહ્યા છે. બેથી ત્રણ દિવસથી ટમેટાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ત્યારે આજે ટમેટાની સાથે અન્ય શાકભાજીના ભાવ પણ સળગ્યા છે. મરચા, ભીંડો, ફુલાવર, રીંગણા સહિતના ભાવ બમણા થઈ ગયા છે.તેમજ હાલ માર્કેટ યાર્ડમાં લોકલ શાકભાજીની આવક બંધ થઈ છે. ગુજરાતના અનેક સેન્ટરોમાંથી આવતા શાકભાજીની આવકમાં મોટા કાપ મુકાયો છે જેથી વેપારીઓએ અન્ય રાજયોમાંથી શાક મંગાવવું પડે છે. ટમેટા, મરચા સહિતના શાકભાજી અન્ય રાજયોમાંથી મંગાવવા પડે છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના અનેક તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકયો છે.જેના કારણે આવકને મોટુ નુકશાન થયું છે. આ ઉપરાંત અન્ય રાજયોમાં પણ ભારે વરસાદ હોવાના કારણે ટ્રાન્સપોર્ટમાં ભારે સમસ્યાઓ સર્જાય રહી છે. હાલ વેપારીઓ જરૂરીયાત મુજબ માલ મંગાવી રહ્યા છે. તેમજ વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધુ હોય છે. લીલોતરી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે.જેથી રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ટમેટાની સાથે રીંગણા, કોબી, ગુવાર, ભીંડાના ભાવ ડબલ નોંધાયા હતા. ગઈકાલે 15થી 30ના કિલોના ભાવે વહેંચાતા રીંગણાના ભાવ કિલોના ભાવે વહેંચાતા રીંગણાના ભાવ આજે સીધા 40થી 120 થઈ ગયા હતા.આ ઉપરાંત ગુવારના ભાવ ગઈકાલે 35-60 કીલો બોલાયા હતા પરંતુ આજે 50થી 70નો ભાવ બોલાયો હતો. આમ, ભીંડાના ભાવ આજે 70થી 80 ફલાવર 50થી 60, ટમેટાના 120ના કિલો હતો. યાર્ડના વેપારીઓનું કહેવું છે કે આ પરિસ્થિતિ હજુ 15 દિવસ યથાવત રહેશે. લોકલ આવક શરૂ થશે ત્યાર બાદ ભાવ ઘટશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -