24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

ઝાલાવાડ ચેમ્બર દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા અને લીંબડી નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ-પ્રમુખનું અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો.


 

શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ શ્રીમતિ જિજ્ઞાબેન પંડ્યા અને ઉપ-પ્રમુખ શ્રી પંકજભાઇ પરમાર અને લીંબડી નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ રઘુભાઇ પટેલ તેમજ ઉપ-પ્રમુખ  મૌલીબેન વોરાનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવેલ. આ સમારોહ દરમ્યાન ચેમ્બરના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યો દ્વારા સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા અને ઉપ-પ્રમુખ  પંકજભાઇ પરમાર અને લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઇ પટેલ અને ઉપ-પ્રમુખ મૌલીબેન વોરાને મોમેન્ટો અને શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવેલ.  આ અભિવાદન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ   મયુરભાઇ ત્રિવેદી, ઉપ-પ્રમુખ   દિનેશભાઇ તુરખીયા, માનદ્દમંત્રી શ્રીમતિ માધવીબેન શાહ, સહમંત્રી  કેયુરભાઇ કોઠારી, ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સમિતિના સભ્યો ઉપરાંત વિવિધ એસોસીએશનના પદાધિકારીઓ, સુરેન્દ્રનગર-વઢવાણ, થાનગઢ, લીંબડી, ધ્રાંગધ્રાંથી વિવિધ વેપારી-ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા }


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -