ભરૂચના રેલ્વે સ્ટેશન બહાર ડૉ.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)દ્વારા શિક્ષણ બચાવો વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંગ કરાઈ હતી કે જ્ઞાન સહાયક યોજના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ભરૂચમાં યોજાયેલ વિરોધ પ્રદશનના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા NSUI પ્રમુખ ધનરાજ સિંહ પટેલ, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી સહિત કોંગ્રેસ અને NSUIના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યાના ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન દરમ્યાન ભારે સુત્રોચાર કર્યા હતા
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ.