જેતપુર નગરપાલીકાની ગરીબો સાથે કૃરતા ભર્યુ ભેદભાવવાળી નીતિ સામે આજે નગરપાલિકાના પૂર્વ સદસ્યા શારદાબેન વેગડાએ ઘરવિહોણા શ્રમિકોને સાથે રાખી રેલી યોજી હતી. અને આ રેલી નગરપાલિકા કચેરીએ વહીવટદાર હાય હાય , ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવીને વહીવટદારને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવેલ કે, શહેરના જુનાગઢ રોડ પર બીએપીએસ મંદિરની પાછળ કાચા મકાનો એક અરજીના આધારે નગરપાલિકાએ ડિમોલેશન કરી અંત્યોદયોના માથા ઉપરથી છત છીનવી લીધી. નગરપાલીકાએ ડીમોલેશન તો કર્યું પરંતુ આ શ્રમીકો જશે ક્યાં ? તેનો કોઇ વિચાર ન કર્યો. ડિમોલેશન બાદ આ શ્રમીકો ખુલ્લા મેદાનમાં પોતાની ઘરવખરી સાથે જીવન નીર્વાહ કરી રહ્યા છે. શું નગરપાલીકાની જવાબદારી ફક્ત અમીરોની અરજી સુધી જ સીમીત છે ? ગરીબો માટે કોઇ લાગણી કે જવાબદારી નથી રાજકીય આગેવાનોના દબાણ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. અને અઠવાડિયામાં માંગ નહિ સ્વીકારાય તો નગરપાલિકાના પટાંગણમાં ઉપવાસ આંદોલન કરવાની પૂર્વ સદસ્યાએ ચીમકી આપી હતી