જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ એસ.કુમાર રેસિડેન્સીમાં ગેસ લિકેજથી આગ લાગી હોવાની ઘટના સામે આવી છે રેસિડેન્સી બ્લોકમાં ગેસ લિકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી aagને લીધે રસોડામાં રહેલી ઘરવકરી બળીને ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ થતાં જેતપુર પાલિકા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો પરંતુ ફાયર ફાઇટરનો વાલ્વ નહિ ખૂલતાં સ્થાનિકોએ પાણીની ડોલો ભરીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગતા એક મહિલા દાજી જતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાઈ હતી.