જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા સમાજની પ્રાચીન પરંપરા અનુસાર 42મો ભવ્ય સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો યજ્ઞોપવીત (જનોઈ) સંસ્કારનું હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારમાંથી એક ધાર્મિક મહત્વ છે યજ્ઞોપવીત સંસ્કાર, જેને ઉપનયન સંસ્કાર પણ કહે છે, હિંદુ ધર્મના ૧૬ સંસ્કારોમાં ત્રીજું અગત્યનું સંસ્કાર છે. લોહાણા મહાજન વાડી,જૂનાગઢ ખાતે સમાજના ૧૫ બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ વચ્ચે યજ્ઞોપવીત ધારણ કરી સનાતન ધર્મ તરફની પહેલનો સંસ્કાર પ્રાપ્ત કર્યો હતો વિશેષરૂપે ભારત પર થયેલા આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યાં હતાં, જેને ધ્યાને લઈ ઉપસ્થિત સમાજના સભ્યમંડળ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.