25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી, નદી અને વોકળાના વિકાસ કામોના સર્વે માટે 40 લાખ ખર્ચાશે


 

જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ જેમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ પ્રશ્નોનું કાયમી નિરાકરણ આવે તે માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલી પોલીસીને  મહાનગરપાલિકા દ્વારા અમલી બનાવવામાં આવી હતી.તો બીજી તરફ શહેરમાં આવેલા વોંકળામાં પાણીનો નિકાલ થાય અને ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે એક એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. મનપા આ સર્વે માટે અંદાજિત 40 લાખ રૂપિયાનો ખર્ચ કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે મુખ્ય મુદ્દાઓને મંજૂરી આપવામાં આવી છે જેમાં શહેરમાં રખડતા ઢોરને પકડવા માટે ની સરકાર દ્વારા જે પોલીસી બનાવવામાં આવી છે તે પોલીસીને જુનાગઢ મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે. અને આ પોલીસીનો અમલ થવાથી શહેરમાં રખડતા ઢોરના પ્રશ્નોનું નિરાકરણ આવશે.

 

વિનોદ મકવાણા, જૂનાગઢ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -