જૂનાગઢ મહાનગરપાલિકાના સભા ખંડમાં આજરોજ જનરલ બોર્ડ મળ્યું જેમાં શહેરના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં શહેરમાં ભારે વરસાદથી ભારે તારાજી સર્જાતા વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પરસાણા એ વરસાદી અસરગ્રસ્તોને વળતર આપવા મુદ્દે તેમજ શહેરમાં વોકળા પર થયેલા દબાણો મુદ્દે ચર્ચા કરતા યોગ્ય જવાબો ન મળવાથી વિરોધ પક્ષે જનરલ બોર્ડમાંથી વોક આઉટ કર્યું હતું જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા એ જણાવ્યું કે શહેરમાં વોકળા પર કે આજુબાજુ દબાણો કરનાર 99 જેટલા લોકોને નોટિસો પાઠવાઈ છે, અને આવા દબાણો કરનાર સામે મનપા કાર્યવાહી કરશે અને દબાણો દૂર કરશે તેમજ જૂનાગઢની અનેક સમસ્યાઓ રહેલી છે જેનું નિવારણ કરવાની જરૂરિયાત પણ છે પરંતુ તંત્ર ક્યારે યોગ્ય સંકલનથી કામગીરી કરશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે
વિનોદ મકવાણા, જૂનાગઢ