જુનાગઢમાં શાંતિ, સલામતી જળવાઈ તેવા હેતુથી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને હિસ્ટ્રીશીટર ગણાતા શખ્સોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં શહેરના એ,બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી લિસ્ટેડ બુટલેગરો આવારા તત્વો અને ગુનાખોરી સાથે સંકળાયેલા ઈસમોના ઘરે ગેરકાયદેસર રીતે 20 જેટલા વીજ કનેક્શન ઝડપી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન ધરાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરી હતી
વિનોદ મકવાણા, જૂનાગઢ