ઉનાળાની સિઝનમાં ગરમીના બદલે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ઉનાળાની સિઝનમાં ત્રણ માવઠા થઈ ચુક્યા છે, ત્યારે અચાનક વાતાવરણ પલટાતા ચોથા માવઠા એ જૂનાગઢ વંથલી,કણજા સહિતના વિસ્તારોમાં તારાજી વેરી છે. ગાજવીજ અને પવન સાથેના કમોસમી વરસાદથી આંબામાં રહેલ કેરીઓ ખરી પડી હતી. કેરીના પાકમાં આ વર્ષે 60 ટકા જેવો પાક આવ્યો હતો ત્યારે કમોસમી વરસાદે ફરી વખત તારાજી વેરી દેતા ખેડૂતો બેહાલ બન્યા છે. જો હજુ કમોસમી વરસાદ પડશે તો કેરીના પાકને પણ વ્યાપક નુકશાન થઈ શકે છે, આ વર્ષે આંબાવાડીઓમાં રોગ અને માવઠાના લીધે જગતનો તાત ચિંતિત બન્યો છે
વિનોદ મકવાણા, જૂનાગઢ