જૂનાગઢ જિલ્લાના નાના એવા સાંતલપુર ગામે રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ પોતાની વાડીએ આપઘાતનો પ્રયાસ કરવા ઝેરી દવા પી લેતા તાકીદે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ,જ્યા સારવાર દરમ્યાન પતિ, પત્ની તેમજ પુત્રનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે જ્યારે પુત્રીની હાલત ગંભીર ગણાવાય રહી છે.આ બનાવનું કારણ અકબંધ છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતકમાં પતિ વિકાસ દુધાત્રા ,પત્ની હીનાબેન અને પુત્ર મનન દુધાત્રાનો સમાવેશ થાય છે
વિનોદ મકવાણા, જૂનાગઢ